કેન્દ્રની મોદી સરકારે શિક્ષણ નીતિમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે, જે હેઠળ આજે કેબિનેટમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી પણ મળી ગઇ છે. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની માહિતી આપતા જણાવ્યુ કે, 34 વર્ષથી શિક્ષણ નીતિમાં પરવર્તન થયુ ન હતું, આથી આ વર્તમાન નિર્ણય મહત્વપૂર્ણ છે. આ સંદર્ભે સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
નવી શિક્ષણ નીતિ હેઠળ શાળામાં એજ્યુકેશનથી માંડીને હાયર એજ્યુકેશન સુધી મોટા અને મહત્વના ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. હાયર એજ્યુકેશન માટે સિંગલ રેગુલેટર રહેશે (જેમાં લો અને મેડિકલ એજ્યુકેશન સામેલ નથી કરાયા). હાયર એજ્યુકેશનમાં 2035 સુધી 50 ટકા GER પહોંચવાનો લક્ષ્ય છે.
આ સાથે નવી શિક્ષણ નીતિમાં મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. વર્તમાન વ્યવસ્થામાં ચાર વર્ષ એન્જીનીયરિંગ કર્યા પછી કે 6 સેમેસ્ટર કર્યા બાદ જો આગળ અભ્યાસ ન કરી શકાય તો એના માટે કોઇ ખાસ ઉપાય નથી, જ્યારે મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમમાં 1 વર્ષ પછી સર્ટિ, બે વર્ષ પછી ડિપ્લોમા અને 3-4 વર્ષ પછી ડિગ્રી મળી જશે. વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સિવાય નવી શિક્ષણ નીતિ હેઠળ જે રિસર્ચમાં જવા ઇચ્છતા હશે તેઓ માટે 4 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ રહેશે. નોકરીમાં જવા ઇચ્છતા લોકો ત્રણ વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ કરી કરશે. પરંતિ રિસર્ચમાં જવા ઇચ્છતા એક વર્ષ માટે MAની સાથે ચાર વર્ષના ડિગ્રી પ્રોગ્રામ પછી PhD કરી શકે છે જે માટે M.Philની જરુરત રહેતી નથી.
નવી શિક્ષણ નીતિ પ્રમાણે 10+2 પ્રથા જડ-મૂળમાંથી રીતે ખતમ કરી દેવામાં આવી છે.
હવે 10+2ની વહેંચણી કરીને 5+3+3+4ના ફોર્મેટમાં ઢાળવામાં આવ્યા છે. જેનો અર્થ એ છે કે, હવે શાળાઓના પ્રથમ 5 વર્ષમાં પ્રી-પ્રાઇમરી સ્કૂલના 3 વર્ષ અને ધોરણ-1 અને ધોરણ-2 સહિત ફાઉન્ડેશન સ્ટેજ સામે થશે. આ સાથે જ આગળના 3 વર્ષ ધોરણ 3થી5ની તૈયારીના ચરણમાં વિભાજીત કરવામાં આવશે.
વિદ્યાર્થી ઇચ્છે તે સ્ટ્રીમમાં કરી શકશે અભ્યાસ
આ પછી, મધ્ય તબક્કાના ત્રણ વર્ષ (6 થી 8 ના વર્ગ) અને માધ્યમિક તબક્કાના ચાર વર્ષ (9 થી 12 ના વર્ગ). આ સિવાય શાળાઓમાં કળા, વાણિજ્ય, વિજ્ઞાન સ્ટ્રીમમાં કોઇજ કડક પાલન કરવામાં આવશે નહીં, વિદ્યાર્થીઓ હવે ઇચ્છે તે અભ્યાસક્રમમાં અભ્યાસ લઈ શકે છે.
શિક્ષણ નીતિને લઇને થયાં મોટા ફેરફાર
- 34 વર્ષ પછી ભારત દેશને મળી નવી શિક્ષણ નીતિ
- નવી શિક્ષણ નીતિમાં ડ્રોપ લેવો એકદમ સરળ
- મલ્ટી એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમને અપનાવશે મહાવિદ્યાલયો
- બાળકના રિપોર્ટકાર્ડને લઈને શિક્ષણ નીતિમાં મોટો ફેરફાર
- હવે બાળકનું પહેલા ધોરણથી 12માં ધોરણ સુધીનું રિપોર્ટકાર્ડ બનશે
- રિપોર્ટકાર્ડના 3 પેજ હશે જેમાં ત્રણ પ્રકારનું મુલ્યાંકન થશે
- પહેલા પેજ પર બાળક પોતાનું મુલ્યાંકન કરશે અને લખશે
- બીજા પેજ પર બાળકના ક્લાસમેટ તેનું મુલ્યાંકન કરીને લખશે
- ત્રીજા પેજ પર બાળકના શિક્ષક તેનું મુલ્યાંકન કરશે
- કઈ સ્કીલ બાળકને વિકસાવવી જરૂરી છે તે દર વર્ષે હિસાબરૂપે લખાશે
- 12મું ધોરણ પૂર્ણ થાય ત્યારે વિદ્યાર્થી પાસે છેલ્લા 12 વર્ષોની પ્રગતિ રિપોર્ટકાર્ડમાં દેખાશે
- 3 થી 6 વર્ષના બાળકો માટે રમત-ગમત આધારિત કોર્સ હશે
- 6 થી 9 વર્ષના બાળકોની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન માટે રાષ્ટ્રીય મિશન આરંભ થશે
- અત્યાર સુધી 10+2ની સિસ્ટમ હતી તેમાં સૌથી મોટો ફેરફાર
- નવી શિક્ષણ નીતિમાં 5+3+3+4 એમ પંદર વર્ષોનું સ્ટ્રક્ચર હશે
- સંગીત અને કળાને સામાન્ય વિષયોની જેમ જ શાળામાં ભણાવશે
- સંગીત અને કળાને એક્સ્ટ્રા કરીક્યૂલર એક્ટિવિટી ગણવાનું બંધ થશે
- પ્રોજેક્ટ બેઈઝ લર્નિંગનો અપ્રોચ શાળાના શિક્ષણમાં અપનાવાશે