તાજેતરમાં આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બંગાળના અખાતમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે થયેલા અનરાધાર વરસાદે વેરેલા વિનાશમાંથી લોકો હજુ ઉગર્યા નથી ત્યાં આગામી ૪ દિવસમાં બંગાળના અખાતમાં વધુ એક ડીપ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવાના નવા હળવા દબાણના કારણે આગામી દિવસોમાં વધુ એક આસમાની આફત ત્રાટકે તેવી સંભાવના છે. વર્તમાન વર્ષે જૂનથી ૧૫ ઓક્ટોબર સુધીમાં બંગાળના અખાતમાં ૧૧ ડીપ ડિપ્રેશન સર્જાઇ ચૂક્યાં છે. આ સિસ્ટમના કારણે ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં ૧૯મી ઓક્ટોબર પછી વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે. હવામાન વિભાગ આ ડીપ ડિપ્રેશન પર ચાંપતી નજર રાખી રહ્યો છે. હવામાન વિભાગે ઓડિશાના કોરાપુટ, રાયગડ, ગજપતિ, પુરી અને ખુર્દા જિલ્લાઓમાં ૧૯ ઓક્ટોબરથી યલો એલર્ટની જાહેરાત કરી છે.