એક તરફ જ્યાં બુધવારે દેશભરમાં ઇદનો તહેવાર શાંતિ અને સદ્ભાવ સાથે મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે દિલ્હીના ખુરેજી ચોક પર સવારે હંગામો થયો હતો. ત્યારબાદ વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. બુધવારે સવારે ખુરેજી મસ્જિદની પાસે એક કારે અચાનક કેટલાક લોકોને અડફેટે લીધા હતા. જેના વિરોધમાં સમુદાય વિશેષના લોકોએ પોલીસ સામે પ્રદર્શન કર્યું હતું અને બસો પર પથ્થરમારો કર્યો હતો, જેને લીધે ત્રણ બસો ક્ષતિગ્રસ્ત થઇ હતી. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં વધારાનું પોલીસ બળ ખડકી દેવાયું છે.