દેશમાં કોરોનાનાની સ્થિતિ ફરી એક વખત ગંભીર બની રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં રવિવારે કોરોનાના નવા ૨૫૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા, જે છેલ્લા ૮૪ દિવસમાં એક દિવસમાં નવા કેસમાં સૌથી વધુ ઊછાળો છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૩ કરોડને પાર થઈ ગયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. બીજીબાજુ મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત્ છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૬ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. પરિણામે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાના કેસ નિયંત્રણમાં નહીં આવે તો આખા રાજ્યમાં લોકડાઉન લાદવાની ચેતવણી આપી હતી.