-
30 જાન્યુ. ગાંધી નિર્વાણ દિન આવી રહ્યો છે ત્યારે આવનારી એક ફિલ્મમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગાંધીજીની હત્યા થવાની સાજીશની જાણ પોલીસ અને રાજકારણીઓને પહેલાથી જ હતી, પરંતુ તેને જાણી જોઇને રોકવામાં ના આવી. એટલે કે ગાંધીજીની હત્યા થવા દેવામાં આવી હતી. ધી ગાંઘી મર્ડર નામની ફિલ્મમાં ઓમ પુરી, સ્પેનીશ કલાકાર જીસસ સાંસ, અમેરિકન કલાકાર સ્ટીફન લાંગ, બ્રીટીશ કલાકારો લ્યૂક પેસ્કવાલીનો અને વિન્નિ જોન્સ નામના કલાકારો સિનિયર પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે અને ભારતના અલગ અલગ ભાગોમાં ફરજ બજાવે છે અને આઇબીની જાણકારીથી વાકેફ છે કે ગાંધીજીની હત્યા થવાની છે. પરંતુ તેઓ એ નક્કી કરી શકતા નથી કે ગાંધીજીને બચાવવા કે ભારતને..? આ ફિલ્મ અલ્જીરીયન ફિલ્મ મેકર કરીમ ટ્રાઇડિયા અને દુબઇ સ્થિત પંકજ સેહગલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને દુબઇના નુજેન મિડિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મ ગાંધીજીના 71મા નિર્વાણ દિને રજૂ થશે.