નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ મુલાકાતથી ભારતની વિદેશ નીતિમાં નવો અધ્યાય શરુ થયો. મોદીની યાત્રા અપૂર્વ છે. કારણ- તે ઈઝરાયેલની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. અગાઉ, ભારતે ઈઝરાયેલ સાથેના સંબંધોમાં સલામત અંતર રાખવાનું પસંદ કરેલું. આરબ દેશોની ખફા થશે, તે ભયે ભારતનું ટોચનું નેતૃત્વ ઈઝરાયેલ પ્રત્યેનો પ્રેમ ખુલ્લં-ખુલ્લા જાહેર કરતું નહોતું. મોદીએ તે રૂઢિ તોડી. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ પ્રોટોકોલથી આગળ વધીને સ્વાગત કર્યું અને યજમાનીમાં જરાય કચાશ ન રાખી. આરબ દેશો વચ્ચે પણ ખુમારીથી જીવતી આ યહુદી પ્રજા સાથેના ગાઢ સંબંધોથી ભારતને લાભ થશે. તેની ડિફેન્સ ટેકનોલોજીનો લાભ તો મળશે જ, સાથોસાથ અમેરિકાના શાસનતંત્રમાં તેમનો પ્રભાવ ભારત માટે પણ ઉપયોગી બનશે.