અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 13 દિવસનાં બાળકનાં અપહરણની ઘટના સામે આવી છે. પાલનપુરની મહિલાને એક આધેડ મહિલા ડિલીવરીનો ખર્ચ સરકાર આપે છે તેમ કહી અમદાવાદ લાવી હતી. પ્રસૂતિ પછી વજન કરાવવાના બહાને બાળકને લઈ આ આધેડ મહિલા ફરાર થઈ જવાની જાણ થતાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સિવિલની સુરક્ષાવ્યવસ્થા સામે પણ સવાલ થઈ રહ્યાં છે.