વડાપ્રધાન મોદીએ સુરતમાં નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે. આપને જણાવી દઈએ કે આજે સુરતવાસીઓ માટે મહત્વનો દિવસ છે.આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડીંગ એટલે કે સુરતની ડાયમંડ બુર્સનું ઉદઘાટન થવાનું છે. જેનું ઉદઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. તો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તો તેમના જણાવ્યા અનુસાર નાગરિકો પીએમ મોદીને આવકારવા માટે રોડ પર આવ્યા છે.તો સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલનો દરજ્જો અને લોકાર્પણ પીએમ મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે.