દિલ્હીની સરહદો પર હજારો ખેડૂતો ૩ નવા કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં ડેરા નાખીને બેઠા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૭૧મા મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કૃષિ સુધારાઓએ ખેડૂતો માટે નવી તકોનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં છે. નવા કૃષિ કાયદા ખેડૂતોને વધુ અધિકાર આપી રહ્યા છે. યુગોથી ખેડૂતો આ માગ કરતા રહ્યા હતા અને તમામ રાજકીય પાર્ટીઓ અવારનવાર તેમને આશ્વાસનો આપતી હતી પરંતુ હવે ખેડૂતોની માગ હવે પૂરી થઇ છે. ઊંડાણપૂર્વકની ચર્ચા પછી સંસદે કૃષિ સુધારા ખરડા પસાર કર્યાં છે. સંસદે ઘડી કાઢેલા નવા કૃષિ કાયદાએ ન કેવળ ખેડૂતોનાં બંધનો તોડી નાખ્યાં છે પરંતુ તેમને નવી તકો અને અધિકારો પણ પૂરા પાડયા છે. ઘણા ઓછા સમયમાં આ કાયદાઓ દ્વારા મળેલા અધિકારોની મદદથી હવે ખેડૂતોની સમસ્યાઓમાં ઘટાડો થઇ રહ્યો છે.