કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાઓમાં કરાયેલા સુધારાનો વિવાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય ગાયિકા રિહાન્ના અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ખેડૂત આંદોલનને ટેકો આપ્યો છે ત્યારે હવે ભારત સરકારની પડખે અમેરિકા આવ્યું છે. બાઈડેન સરકારે કૃષિ કાયદામાં મોદી સરકારે કરેલા સુધારાની પ્રશંસા કરી છે. અમેરિકાએ કહ્યું કે આ સુધારાથી દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ અને કાર્યક્ષમતા વધશે. જોકે, ખેડૂતોના આંદોલન મુદ્દે બાઈડેન સરકારનું કહેવું છે કે બંને પક્ષો પારસ્પરિક સંમતિથી વિવાદનો ઉકેલ લાવે તે મહત્વપૂર્ણ છે. બીજીબાજુ બ્રિટન સંસદમાં ખેડૂતોના આંદોલન મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. બ્રિટિશ સંસદે ભારતમાં અખબારોની સ્વતંત્રતા માટે એક લાખથી વધુ અરજીઓ મળી છે.