દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની મહત્વની મેચમાં અપસેટનો શિકાર બની છે. નેધરલેન્ડે ગ્રુપ 1ની તેની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવીને મેચ જીતી લીધી હતી. જે આફ્રિકા સામે ટીમની પ્રથમ જીત છે. આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ભારતીય ટીમને તેનો ફાયદો થયો છે. ટીમ 6 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે, ભારતે હજુ તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે જે આજે રમાશે.