ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટી જાહેરાત કરી છે. નેતન્હાહૂએ હમાસ નેતા યાહ્યા સિનવારની મોત બાદ ગાઝાના લોકોને સંબોધિત કર્યું. જેમાં કહ્યું કે, જો હમાસ ઈઝરાયલ બંધકોને પરત કરવા અને હથિયાર મૂકવા રાજી થઈ જાય છે, તો કાલે યુદ્ધ સમાપ્ત થઈ જશે.
હવે જોવાનું રહ્યું કે, શું હમાસ બેન્જામિન નેતન્યાહૂના આ પ્રસ્તાવને માને છે? જણાવી દઈએ કે, યાહ્યા સિનવારને ઈઝરાયલ સેનાએ 17 ઓક્ટોબરે ખાતમો કરી દીધો હતો. સિનવાર ગત વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયલમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ઈઝરાયલે ઠીક એક વર્ષ 10 દિવસ બાદ સિનવારને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. આ સાથે બે અન્ય આતંકવાદી પણ માર્યા ગયાં