બિહારમાં સીતમઢીના સોનબરસામાં ભારત-નેપાળ સીમાની પાસે શુક્રવારે નેપાળની પોલીસે પાંચ ભારતીય પર ફાયરિંગ કર્યું હતું જેમાં વિકેશ કુમાર (25 વર્ષ)નામના યુવકનું મોત થયું છે. ત્રણ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઉપરાંત નેપાળની પોલીસે એક ઈજાગ્રસ્ત યુવકની અટકાયત કરી લીધી છે.
પિપાર પરસાઈન પંચાયતના લાલબંધી જાનકી નગર બોર્ડરની પાસે કેટલાક લોકો કામ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે નેપાળની પોલીસે તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. નેપાળની પોલીસે આક્ષેપ કર્યો છે કે હથિયાર છીનવાના પ્રયાસ દરમિયાન ગોળી મારવામાં આવી હતી. હાલ એનએસબી સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
ભારત અને નેપાળની વચ્ચે નક્શા વિવાદને કારણે તણાવની સ્થિતિ છે. નેપાળે તેના નવા નક્શામાં કુલ 395 વર્ગ કિમીના વિસ્તારને પોતાના હિસ્સો દર્શાવ્યો છે. તેમાં લિમ્પિયાધુરા, લિપુલેખ, કાલાપાની સિવાય ગુંજી, નાભી અને કાટી ગામને પણ સામેલ કરી લેવામાં આવ્યા છે.