નેપાળના કાઠમંડુ માં એક મોટી દુર્ઘટના બની છે. અહીંના ત્રિભુવન એરપોર્ટ પર એક ડોમેસ્ટિક વિમાન ટેક ઑફ વખતે જ ક્રેશ થઈ ગયું હતું. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, આ વિમાન ટેક ઑફ વખતે અચાનક જ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ વિમાનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. બીજી તરફ, પાઇલટનો આબાદ બચાવ થયો છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.