વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યું કે ગત ત્રણ દશકમાં દુનિયાનું દરેક ક્ષેત્ર બદલાયું છે. દરેક વ્યવસ્થા બદલાઈ ગઈ. આ ત્રણ દશકમાં આપણું જીવન કદાચ જ કોઈ પક્ષ હોય જે પહેલા જેવો હોય. પરંતુ એ માર્ગ જેની પર ચાલતાં સમાજ ભવિષ્યની તરફ વધે છે, આપણી શિક્ષણ વ્યવસ્થા, તે પણ હજુ પણ જૂની પદ્ધતિથી ચાલી રહી હતી. પીએમ મોદીએ કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ નવા ભારતની, નવી આશાની, નવી જરૂરિયાતોની પૂર્તિનું માધ્યમ છે. તેના પાછળ ચાર-પાંચ વર્ષોની આકરી મહેનત છે, દરેક ક્ષેત્ર, દરેક વિદ્યા, દરેક ભાષાના લોકોએ તેની પર દિવસ-રાત કામ કર્યું છે. પરંતુ આ કામ હજુ પૂરું નથી થયું. વડાપ્રધાન શુક્રવારે 21મી સદીના સ્કૂલના શિક્ષણ પર સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન પીએમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (New Education Policy) અંગે પણ ચર્ચા કરી.