ગુજરાતના ઈતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટવા માટે સરકારી તંત્રની ઘોર જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગી છે. અસંખ્ય લોકોના અત્યંત દર્દનાક, કમકમાટી ઉપજે તેવા મોત માટે તંત્રના આંખ મિચામણા જવાબદાર હોવાનું ખુલ્યું છે. આશરે ૨૦૦૦ ચો.મી.થી વધુ જગ્યામાં આ ગેઈમ ઝોન ચાર વર્ષથી ધમધમતો હતો છતાં આજ સુધી આ સ્થળ માટે ફાયર એન.ઓ.સી. લેવાયું નથી અને સેફ્ટીના ધારાધોરણોનું પાલન ન્હોતું છતાં મહાપાલિકા, કલેક્ટર, પોલીસ સહિતના તંત્રોએ તેને ચાલવા દીધું છે.