કોરોના પોઝિટિવ આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા પત્રકારોના આરોગ્યની ચકાસણીને લઈને હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પત્રકારો સતત ગાંધીનગર સચિવાલય ખાતે આવેલા પ્રેસ કોન્ફ્રન્સ હોલમાં હાજર રહે છે. જ્યાં આરોગ્ય અગ્ર સચિવ તેમજ રાજ્ય પોલીસવડા જરૂરી માહિતી પુરી પાડે છે. જણાવી દઈએ કે, ગઈકાલે પણ આ જ સ્થળે ઇમરાન ખેડાવાલાએ પણ પત્રકાર પરિષદ સંબોધી હતી. હાજર પત્રકારો તેમના સંપર્કમાં આવ્યા હતા. જેને લઈને તેમનો પણ ટેસ્ટ થાય તે જરૂરી બન્યું છે તેમ છતાં તંત્રએ હજુ સુધી આ મામલે કોઈ પણ પ્રકારની જાહેરાત ન કરતા પત્રકારોમાં નારાજગી વ્યાપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, લગભગ 55 જેટલા પત્રકારો સ્વર્ણિમ સંકુલમાં હાજર હતા ત્યારે આ તમામ પત્રકારોનો ટેસ્ટ થાય તે અત્યંત આવશ્યક છે.