ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ખાસ તો પ્રાથમિક એટલે કે પ્રિલિમ પરીક્ષામાં વારંવાર ભૂલો સાથેના પ્રશ્નો કે પ્રશ્નોના વિકલ્પો પૂછવામાં આવે છે. ત્યારે હવે જીપીએસસી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં જાણવા મળ્યું કે 20 જેટલી પરીક્ષામાં સવાલો અને તેના જવાબ સંદર્ભની ભૂલો કરવામાં આવી હતી. જેના પરિણામે સવાલ કેન્સલ તેમજ વિકલ્પો બદલવામાં આવ્યા હતા.