ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ બીજી વખત ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. IMFએ તેને નાણાકીય વર્ષ 2022-23 માટે 7.4%થી ઘટાડીને 6.8% કર્યો છે. IMFએ કહ્યું કે, ટૂંકમાં સૌથી ખરાબ સમય આવવાનો હજુ બાકી છે. આ સમય ઘણા લોકો માટે 2023ની મંદી જેવો સાબિત થશે. જુલાઈમાં IMFએ ભારતનો વિકાસ દર 8.2%થી ઘટાડીને 7.4% કરી દીધો હતો. આમ IMFએ તેમાં 0.8%નો ઘટાડો કર્યો હતો.