નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) ટ્રાન્ઝેક્શન્સ 29 ફેબ્રુઆરી 2024ના રોજ રેકોર્ડ બનાવ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે 29 ફેબ્રુઆરી 2024ના રોજ કુલ 4.10 કરોડ NEFT ટ્રાન્ઝેક્શન થયા હતા.
વધુમાં, છેલ્લા 10 વર્ષોમાં એટલે કે 2014-2023 દરમિયાન NEFT એટલેકે નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સિસ્ટમમાં વોલ્યુમની દ્રષ્ટિએ અનુક્રમે 700% અને 200% વૃદ્ધિ થઈ છે જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ વૃદ્ધિ અનુક્રમે 670% અને 104% નોંધાઈ છે.
રિઝર્વ બેંક છૂટક અને જથ્થાબંધ ચુકવણીઓનું સંચાલન કરવા માટે NEFT અને RTGSનું સંચાલન કરે છે. 16 ડિસેમ્બર 2019 ના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે NEFT સિસ્ટમની સુવિધા 24 કલાક કાર્યરત રહેશે જ્યારે 14 ડિસેમ્બર 2020 ના રોજ RTGS સિસ્ટમ માટે આ સુવિધા લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.