જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા છે. આતંકીઓ વિરુદ્ધ સેનાનું સર્ચ ઓપરેશન શરુ છે. કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં કુલગામ પોલીસ પણ સામેલ હતી.