નીટ યુજી ૨૦૨૪માં ગેરરીતિના આક્ષેપો કરતાં વિદ્યાર્થીઓએ એનટીએ પર અનેક પ્રકારના આક્ષેપો કરી ભારે હોબાળો મચાવ્યો છે. આ મુદ્દે એનટીએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઈ છે ત્યાં નીટના પરિણામોમાં ગેરરીતિઓને ટાંકીને સુપ્રીમમાં વધુ એક અરજી દાખલ થઈ છે. બીજીબાજુ સુપ્રીમ કોર્ટે મંગળવારે અગાઉ દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી કરતાં કબૂલ્યું હતું કે, પરીક્ષાની પવિત્રતા પર અસર થઈ છે અને એનટીએએ આ અંગે જવાબ આપવો જોઈએ. સુપ્રીમે એજન્સીને નોટિસ પણ ફટકારી હતી, પરંતુ પરીક્ષા રદ કરવા અને નીટનું કાઉન્સેલિંગ રોકવાનો ઈન્કાર કરી દીધો હતો.