ટોક્યો ઓલમ્પિક 2020માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા રમતવીર નીરજ ચોપરા સતત ચર્ચામાં છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે એક બનાવ શેર કર્યો હતો જેમાં પાકિસ્તાનના જૈવલિન થ્રોઅર અરશદ નદીમ દ્વારા તેમની જૈવલિન લેવાની વાત કહેવામાં આવી હતી. તેને લઈ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો. ત્યારે ગુરૂવારે નીરજે આ સમગ્ર વિવાદ અંગે સ્પષ્ટતા આપી હતી અને લોકોને કારણ વગર આ ઘટનાને ન ચગાવવા જણાવ્યું હતું.
નીરજે ટ્વીટર પર વીડિયો શેર કરીને કહ્યું હતું કે, થ્રો ફેંકતા પહેલા સૌ કોઈ પોતાની જૈવલિન ત્યાં રાખે છે અને તેવામાં કોઈ પણ પ્લેયર ત્યાંથી જૈવલિન ઉઠાવી શકે છે અને પોતાની પ્રેક્ટિસ કરી શકે છે. આ એક નિયમ છે અને તેમાં કશું પણ ખોટું નથી.