ગોલ્ડન બોય નીરજ ચોપરા એક મહિનાની ઈજામાંથી સાજા થયા બાદ મેદાન પર જોરદાર વાપસી કરી છે. લોઝેન ડાયમંડ લીગમાં પોતાના 'ગોલ્ડન આર્મ'નો જાદુ બતાવતા તેણે ફરી એકવાર 87.66 મીટરના અંતરે જેવલીન ફેંકી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. તેનો આ વર્ષનો બીજો અને 8મો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે. અગાઉ તે દોહા ડાયમંડ લીગમાં પણ રમી ચુક્યા છે.