ભાજપનું સાથીદળ શિરોમણિ અકાલીદળ ગુરુવારે રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટેની ચૂંટણીમાં ગેરહાજર રહે તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલના નિવાસસ્થાને પાર્ટીના નેતાઓની એક બેઠકમાં આના સંદર્ભે નિર્ણય લેવાઈ શખે છે. અકાલીદળના સાંસદ નરેશ ગુજરાલ પણ રાજ્યસભાના ઉપસભાપતિ પદના ઉમેદવાર બનવાની દોડમાં સામેલ હતા.