સંસદના બજેટસત્રના બીજા ચરણમાં સરકારના બધા પ્રયત્નો અને ઘણા વિધેયકો હોવા છતાં, વિપક્ષના હંગામાના કારણે કામકાજ થઇ શક્યું નથી. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે સંસદ ન ચાલવા પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું, કે તેનાથી દેશને ઘણું નુક્સાન થઇ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું, કે વર્તમાન સંસદ સત્રમાં કામકાજ ન થવાથી એનડીએના સાંસદો સત્રનો 23 દિવસનો પગાર નહી લે.