ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ત્રીજા દિવસની રમતમાં ટીમ ઈન્ડિયાએ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. પિંક બોલ ડે નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન કાંગારૂઓ ટીમ ઈન્ડિયા પર ભારે પડ્યા અને રોહિતના ધૂરંધરો કોઈ કમાલ ના બતાવી શક્યા.
ત્રીજા દિવસની રમતમાં ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 175 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી જેના લીધે ઓસ્ટ્રેલિયન ટીમને ફક્ત 19 રનનો નજીવો ટારગેટ મળ્યો હતો. જે તેણે વિના વિકેટે પ્રાપ્ત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીમ ઈન્ડિયાને તેની પહેલી ઈનિંગમાં 180 રન કર્યા હતા જેના જવાબમાં કાંગારૂઓએ ટ્રેવિસ હેડની સદીના સહારે 337 રન ફટકારી ટીમ ઈન્ડિયા પર 157 રનની લીડ મેળવી હતી.