મહારાષ્ટ્રમાં નવો રાજકીય વળાંક આવ્યો છે. સરકાર બનાવવાને લઇને ભાજપે ના પાડ્યા બાદ હવે રાજ્યપાલે બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર બનાવવા માટે પૂછ્યું છે. રાજભવન તરફથી રજૂ કરવામાં આવેલ પત્રમાં કહેવામાં આવ્યું છે કે શું શિવસેના સરકાર બનાવવા માંગે છે? ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપને આ વાત પૂછવામાં આવી હતી પરંતુ ભાજપે સંખ્યાબળ ન હોવાનું કહી એકલા સરકાર બનાવવાની ના પાડી દીધી છે.
ત્યારે NCP નેતા નવાબ મલિકે કહ્યું કે 12 નવેમ્બરે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. તેમણે કહ્યું કે જો રાજ્યપાલ શિવસેનાને સરકાર બનાવવા માટે બોલાવે છે તો અમે પોતાના આગામી નિર્ણય પર વિચાર કરીશું. મલિકે કહ્યું કે અંતિમ નિર્ણય કોંગ્રેસ અને NCPની સહમતિ બાદ જ લેવામાં આવશે.
વધુમાં મલિકે કહ્યું કે શિવસેનાએ અમારું સમર્થન માગ્યું છે. ત્યારે પહેલા શિવસેના NDAથી અલગ થાય. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારમાં શિવસેનાના જેટલાં પણ મંત્રીઓ છે તે રાજીનામાં આપે... શિવસેનાને અમારૂ સમર્થન જોઇતું હોય તો તેમણ ભાજપ સાથે તમામ સંબંધ પૂર્ણ કરવા પડશે.