મહારાષ્ટ્રમાં NCPએ એકવાર ફરી 51 ધારાસભ્યોનાં સમર્થનનો દાવો કર્યો છે. એક તરફ અજિત પવારને મનાવવાનાં પ્રયત્નો ચાલી રહ્યા છે તો બીજી તરફ NCP ધારાસભ્ય દળનાં નેતા જયંત પાટીલ 51 ધારાસભ્યોનાં હસ્તાક્ષરની ચિઠ્ઠી લઇને રાજભવન પહોંચ્યા હતા. જણાવી દઈએ કે જયંત પાટીલે સોંપેલી ધારાસભ્યોની યાદીમાં અજિત પવારનું નામ પણ સામેલ હતું. જોકે તેના પર અજિત પવારની સહી નહોતી. સાથે જ જયંત પાટીલે સવારે કહ્યું કે તેઓ અજિત પવાર સાથે મુલાકાત કરીને તેમને મનાવવાનાં પ્રયત્નો કરશે પરંતુ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી મળેલી જાણકારી મુજબ અજીત પવાર માન્યા ન હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અજીત પવારના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં તેમણે PM મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.