કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે એક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે 2019ના શૈક્ષણિકસત્રથી એનસીઈઆરટીના પાઠ્યક્રમને ઘટાડીને અડધુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જ્ઞાન સંબંધી કૌશલ્ય વિકાસના એક તબક્કામાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્વાયત્તા આપવી જરૂરી છે.