NCERTના નવા સિલેબસને 2019ના શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે. સરકારે જટીલ સિલેબસને સરળ બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. નવો સિલેબસ લાગુ થવાથી પહેલા અને બીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને ગૃહકાર્ય આપવામાં નહીં આવે. કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે આ અંગેની જાહેરાત કરવાની સાથે જણાવ્યું કે, બાળકોને અભ્યાસ સાથે જીવન કૌશલ્ય અને મૂલ્યવર્ધક શિક્ષણની જરૂર પડે છે.