નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 12 ની પોલિટિકલ સાયન્સ બુકમાં ઘણા ફેરફારો કર્યા છે. વાત જાણે એમ છે કે, પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, હિંદુત્વની રાજનીતિ, 2002ના ગુજરાત રમખાણો અને લઘુમતીઓ સંબંધિત કેટલાક સંદર્ભો હટાવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ પુસ્તક શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે. તાજેતરના વર્ષોમાં પુસ્તકોમાંથી ઘણા સંવેદનશીલ વિષયો દૂર કરવામાં આવ્યા છે.એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ 'ભારતીય રાજનીતિઃ ન્યૂ ચેપ્ટર' નામના પોલિટિકલ સાયન્સના આઠમા પ્રકરણમાં 'અયોધ્યા ધ્વંસ'નો સંદર્ભ હટાવી દેવામાં આવ્યો છે. પ્રકરણમાં 'રાજકીય ગતિવિધિની પ્રકૃતિ માટે રામજન્મભૂમિ આંદોલન અને અયોધ્યા ધ્વંસનો વારસો શું છે?' તેને બદલીને 'રામ જન્મભૂમિ આંદોલનનો વારસો શું છે?' કરવામાં આવ્યું છે. NCERTનું કહેવું છે કે, આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી પ્રશ્નોના જવાબોને નવા ફેરફારો સાથે જોડી શકાય.