વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનસીસીના વિદ્યાર્થી સાથે સીધો સંવાદ કરવાના હોવાથી એનસીસી કેડેટની આધારકાર્ડ, મોબાઈલ નંબર અને ઈ-મેઇલ સહિતની અંગત માહિતી એકઠી કરીને વડાપ્રધાન કાર્યાલયને મોકલી અપાઈ છે. એનસીસી કેટેડ સાથે પીએમ મોદી ક્યારે વાત કરશે તે હજુ તારીખ નક્કી થઈ નથી પરંતુ અત્યાર સુધી 9 લાખ કરતાં વધુની માહિતી એકઠી કરી મોકલી દેવાઈ છે.