સુશાંતસિંહ રાજપુત મોત કેસની તપાસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આજે સવારે મોટી કાર્યવાહી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે એનસીબીની ટીમોએ મુંબઈ અને ગોવામાં મોટા પ્રમાણમાં દરોડાં કાર્યવાહી કરી છે. એવા સમાચાર સામે આવ્યા છે કે ડ્રગ બોલિવૂડ કનેક્શન બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અત્યાર સુધી ડ્રગ મામલે જે જે લોકોની પૂછપરછ કરી છે, તેમની પાસેથી આખા નેટવર્કની જાણકારી મેળવી છે. એનસીબીના સૂત્રોએ પહેલા જ એવી માહિતી આપી દીધી હતી કે આ મામલે મોટા માથાંઓનાં નામ સામે આવી શકે છે અને વધુ ધરપકડ થઈ શકે છે.