બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ મોત કેસમાં પહેલી ધરપકડ થઈ છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ડ્રગ કનેક્શન કેસમાં રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર રહેલા સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી લીધી છે. શુક્રવારે સવારે એનસીબીએ રિયાના ઘેર દરોડા પાડીને શૌવિક અને મિરાન્ડાની અટકાયત કરીને તેમને પૂછપરછ માટે માટે લઈ ગઈ હતી. એનસીબીએ શૌવિક અને મિરાન્ડાની લગભગ ૯ કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં શૌવિકે કબૂલાત કરી હતી કે તેણે રિયાના કહેવાથી ડ્રગ્સની ખરીદી કરી હતી. રિપોર્ટ અનુસાર શૌવિકે એવો દાવો કર્યો હતો કે રિયાએ મને અને સેમ્યુઅલ મિરાન્ડાને ડ્રગ પેડલર્સ પાસેથી ડ્રગ્સ ખરીદવાની સૂચના આપી હતી. મિરાન્ડાએ એનસીબીના અધિકારીઓને જણાવ્યું હતું કે તેણે સુશાંત માટે ડ્રગ્સની ખરીદી કરી હતી. ડ્રગ કનેક્શન કેસમાં રિયાની સામે પણ પાકા પુરાવા હોવાથી એનસીબીને તેને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આગામી દિવસોમાં ડ્રગ કનેક્શન કેસમાં બીજા પણ લોકોની ધરપકડ થવાની સંભાવના છે. એનસીબીએ શુક્રવારે રિયા ચક્રવર્તીના ઘેર દરોડા પાડીને રિયાના મોબાઇલ, લેપટોપ તથા હાર્ડ ડિસ્ક જપ્ત કરી લીધાં હતાં. બીજી બાજુ સીબીઆઈએ સુશાંતની સારવાર કરનાર ડો. હરીશ શેટ્ટીની પૂછપરછ કરી હતી.