છત્તીસગઢમાં ફરી નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે, નક્સલીઓના આ હુમલામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના આઠ જવાનો શહીદ થયા છે જ્યારે એક ડ્રાઇવરનું પણ મોત નિપજ્યું છે. નક્સલીઓએ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રોડ પર આઇઇડી છુપાવીને આ વિસ્ફોટને અંજામ આપ્યો હતો, જવાનોનું વાહન આ આઇઇડી પરથી પસાર થતા જ મોટો વિસ્ફોટ થયો હતો. સુરક્ષાદળો પર નક્સલીઓનો બે વર્ષમાં સૌથી મોટો હુમલો અને આ વર્ષનો પ્રથમ મોટો આ હુમલો માનવામાં આવે છે.