છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય પર નક્સલી હુમલો થયો હોવાના અહેવાલ છે. આ ઘટનામાં નક્સલીઓ દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયુ છે. છત્તીસગઢની બીજાપુર સીટથી કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માંડવીના કાફલા પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તે ગંગાલુર હાટ માર્કેટમાં સભા યોજીને કોંગ્રેસ કાર્યાલય પરત ફરી રહ્યા હતા.