કોલકાતામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે ૨૫મીં પૂર્વી ક્ષેત્રીય પરિષદની બેઠકની આગેવાની કરી હતી. આ દરમિયાન તેમણે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને વિનંતી કરી હતી કે તેઓ પોતાના રાજ્યોમાં જી-૨૦ સંબંધિત વિવિધ કાર્યક્રમો દરમિયાન રાજ્યોની સંસ્કૃતિની વિવિધતા અને પર્યટન સ્થળોનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કરે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એમ પણ કહ્યું હતું કે દેશના પૂર્વી ક્ષેત્રોમાં ડાબેરીઓનો ઉગ્રવાદ અને નક્સલવાદ લગભગ ખતમ થઇ ગયા છે.