મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. બુધવારે EDએ કોર્ટને કહ્યું કે, નવાબ મલિકની નિર્દોષતાનો કોઈ પ્રશ્ન જ નથી તે દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પાર્કર સાથે લેવડ-દેવડ કરી રહ્યા હતા.
હાલમાં ન્યાયિક કસ્ટડીમાં જેલમાં બંધ નવાબ મલિકની 23 ફેબ્રુઆરીએ ED દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. EDએ મલિકનું દાઉદ ઈબ્રાહિમ સાથે સીધું કનેક્શન હોવાનું જણાવ્યું હતું. સોલિસિટર જનરલ (ASG) અનિલ સિંહ, ED માટે હાજર થઈને મલિકની જામીન અરજી પર દલીલો રજૂ કરતી વખતે અને તેને બરતરફ કરવાની માંગ કરતી વખતે આ રજૂઆત કરી હતી.