Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રક્ષામંત્રી રાજનાથસિંહે રવિવારે યુદ્ધજહાજ INS વિક્રમાદિત્ય પર નેવીના અધિકારીઓ સાથે મુલાકાત કરી યોગાભ્યાસ કર્યો. ત્યારબાદ રાજનાથે કહ્યું કે આતંકીઓથી નિપટવા માટે નેવી એલર્ટ પર છે. દેશમાં ફરી 26/11 જેવો હુમલો નહીં થવા દઇએ। રક્ષામંત્રીએ કહ્યું કે આતંકવાદ ફેલાવીને પાકિસ્તાન ભારતને અસ્થિર કરવાની કોશિષમાં છે.

ભારતની સમુદ્રી સીમામાં ખતરાની સંભાવના વિશે પૂછવા પર રક્ષામંત્રીએ કહ્યું- દુનિયાના કોઇ પણ દેશને પોતા માટે પર્યાપ્ત સુરક્ષા રાખવી જોઇએ. આપણે કોઇ પણ પ્રકારની સંભાવનાથી ઇનકાર ન કરી શકીએ। જ્યાં સુધી પાકિસ્તાનની વાત છે તો તે ભારતને તોડવા માટે નાપાક કોશિષ કરતું રહે છે.

દુનિયા જાણે છે આતંકવાદીઓ સાથે શું થયું- રાજનાથ

સેના પ્રમુખ બિપિન રાવતે પુલવામામાં ફરી આતંકીઓ સક્રિય થયા હોવાની વાત કહી હતી. આ સવાલ પર રક્ષામંત્રીએ કહ્યું- દુનિયા જાણે છે જે આતંકી સામે આવ્યા તેમની શું હાલત થઇ. 26 નવેમ્બર 2008ના મુંબઈમાં જે થયું તે આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. આ બીજી વખત નહીં થવા દઇએ।

દુનિયાભરમાં યોગ સ્વીકારવામાં આવ્યો
રાજનાથે કહ્યું- યોગને દુનિયાભરમાં સ્વીકૃતિ મળી છે. ભારત સિવાય અન્ય દેશોમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરે છે. યોગને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે અને તેનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં યોગ માટે પ્રસ્તાવ રજૂ કર્યો અને તેને 177 દેશોનું સમર્થન મળ્યું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ