કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના બંદોબસ્ત દરમિયાન નવસારીના LIBના PSI નિલેષ ફિણવિયાએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી છે. PSIએ ઉપરી અધિકારીની હેરાનગતિથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. PSIએ અંતિમ ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતેની મુલાકાતે આવેલા છે. જેને લઈ નવસારી, વડોદરા, ભરૂચ જિલ્લાની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે નવસારી LIBમાં ફરજ બજાવતા PSI એન સી ફિણવિયાનો સર્કિટ હાઉસ ખાતે પોઈન્ટ હોવાથી ફરજ પર હાજર હતા. સાડા દસ વાગ્યાની આસપાસ PSI ફિણવિયાએ સર્કિટહાઉસના મુખ્ય ગેટ પર ફરજ બજાવતા PSI એમ.બી કોંકણી પાસેથી ફોટો પડાવવાના બહાને સર્વિસ રિવોલ્વર માંગતા તેમણે આપી હતી. ત્યારબાદ ફિણવિયાએ સર્કિટ હાઉસના ગ્રાઉન્ટ ફ્લોરના પેસેજ પાસે કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.