ભાજપ નેતૃત્વએ ગુજરાત પ્રદેશ એકમના અધ્યક્ષ તરીકે દક્ષિણ ગુજરાતના નવસારીના સાંસદ સી.આર. પાટીલના નામની સોમવારે જાહેરાત કર્યા બાદ આજે તેઓ પ્રદેશ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ્ ખાતે આવી પહોંચ્યા હતા અને તેમણે વિધિવત્ રીતે પદભાર સંભાળી લીધો છે. આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ હોવાથી આ શુભ દિને વિજયમુહૂર્તમાં સી આર પાટીલે વિધિવત રીતે પોતાની જવાબદારી સંભાળી લીધી છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ નવા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને શુભેચ્છા પાઠવી હતી. ભાજપના કેટલાક ધારાસભ્યો સહિત ઉચ્ચ નેતાઓ પણ કમલમ્ ખાતે હાજર રહ્યા હતા.