દેશમાં નવસારી જિલ્લો ચીકુનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા મુજબ 2014-15ના વર્ષમાં નવસારી જિલ્લામાં 7,660 હેક્ટરમાં 97,000 ટન ચીકુ પાક્યા, જે 26 ટકાનો વધારો દર્શાવે છે. નોંધપાત્ર છે કે ગુજરાતમાં ચીકુનું કુલ ઉત્પાદન 2.26 લાખ ટન છે. ગુજરાત દેશમાં ચીકુ ઉત્પાદનમાં કર્ણાટક પછી બીજું સ્થાન ધરાવે છે.