આજે એટલે કે રવિવારથી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે મહિલા અને યુવતીઓની સલામતી માટે અમદાવાદ મહિલા પોલીસે 14 ટીમો તો બનાવી છે, પરંતુ તેની સાથે યુવતીઓએ પણ નવરાત્રીમાં સાવચેત રહેવાની જરૂર છે. તેના માટે કેટલીક સુરક્ષિત ટિપ્સ ધ્યાનમાં લેવાની જરૂર છે. રોમિયોગીરી કરતા યુવાનો માટે આ વખતે નવરાત્રીમાં ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ કોસ્ટેબલ ક્લબ અને પાર્ટી પ્લોટમાં તહેનાત કરવામાં આવશે. આ સાથે જ યુવતીઓને પણ સચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
પોલીસ પોતાની રીતે યુવતીઓની સુરક્ષા માટે ખડેપગે રહેશે. પરંતુ પોતાની સુરક્ષા માટે યુવતીઓ પણ સભાન રેહવાની જરૂર છે. તેના માટે યુવતીઓ માટે ખાસ વાતો ધ્યાન આપવાની જરૂર છે. જે નીચે મુજબ છે.
- તમારો મોબાઇલ નંબર વિશ્વસનીય વ્યક્તિઓને જ આપો.
- અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવવાનું ટાળો.
- અજાણી અથવા ટૂંકા પરીચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલ પીણા પીવાનું ટાળો.
- સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિને મળવાનું ટાળો.
- આપનો નિયમિત પીછો કરતા વ્યક્તિઓની પોલીસને જાણ કરો.
- ગરબા હંમેશાં આપના પરિચિત ગ્રુપમાં જ રમો.
- નવરાત્રીની સમય મર્યાદામાં જ આપણા ઘરે પાછા ફરો.
- ઉતાવળમાં અજાણી વ્યક્તિની લિફ્ટ લેવાનું ટાળો.
- કોઇપણ વ્યક્તિ સાથે એકાંત કે અવાવરું જગ્યા પણ જાઓ નહીં.
- તમારો જવા આવવાનો માર્ગે હંમેશાં ભીડભાડવાળા હોવો જોઇએ.
- અજાણી વ્યક્તિ તમારો છૂપા કેમેરાથી શૂટિંગ ના કરે તેની કાળજી રાખો.
- કોઇ પણ પ્રકારની મુશ્કેલીમાં 100 ડાયલ કરો
- મહિલા હેલ્પલાઇન નંબરમાં પોલીસને મદદ કરો.
- અંધારામાં યુવતીઓએ ક્યાંય જવું નહીં.
- પરિચિત સાથે ગરબા રમવા જવું, પારકા સાથે ગરબા રમવા નહીં.
- ઠંડા પીણાંનું સેવન પરિચિત લોકો સાથે કરવું, અજાણ લોકોથી બચો.
- પોતાના મોબાઈલમાં GPRS એક્ટિવ રાખવું.
- પોતાના પરિવારને પોતાના મિત્રોનો મોબાઈલ નંબર આપીને જવું.