નવરાત્રીની આજથી શરુઆત થઇ છે, નવરાત્રિના પહેલાં નોરતે જ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતીય રેલ્વેએ મુસાફરો માટે તહેવારોની સીઝનમાં વિશેષ ભોજન આપવાની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન, તહેવારોની સિઝનની ઉજવણી કરવા માટે સમગ્ર ભારતમાં પ્રવાસ કરતા લોકો ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા 'વ્રત થાળી' નામના વિશેષ મેનૂનો આનંદ માણી શકશે.
કઇ રીતે મુસાફર મેળવી શકશે ફુડ?
ઇન્ડિયન રેલવેએ વ્રત થાળીની માહિતી પોતાના ટ્વીટર પર શેર કરી છે. આ ફુડને મેળવવા માટે મુસાફરોએ 1323 પર ફોન કરીને ઓર્ડર આપવાનો રહેશે. IRCTC 400 સ્ટેશનો પર આ સુવિધા આપશે. મુસાફરોને રેલવેમાં પ્રવાસ દરમિયાન ડુંગળી-લસણ વગરનું ભોજન આપવામાં આવશે.