નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ સરકારમાંથી રાજીનામું આપી દીધુ છે. કહેવાય છે કે મુખ્યમંત્રી અમરિન્દર સિંહ સાથે ઘણા સમયથી ચાલી રહેલા મતભેદના પગલે સિદ્ધુએ રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરી અને રાજીનામું સોંપ્યું. નોંધનીય છે કે શનિવારે કેબિનેટ મંત્રી બ્રમ્હા મોહિન્દ્રાએ પોતાના મંત્રીમંડળના સહયોગી સિદ્ધુને અપીલ કરી હતી કે તેઓ ઉર્જા મંત્રાલયનો કાર્યભાર સંભાળી લે. પરંતુ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહથી નારાજ સિદ્ધુએ પદ સંભાળવાની જગ્યાએ રાજીનામું આપી દીધુ.
સિદ્ધુએ ટ્વીટર પર રાજીનામાને સાર્વજનિક કરતા જાણકારી આપી કે તેમણે 10 જુલાઈના રોજ પોતાનું રાજીનામું આપી દીધુ હતું. પરંતુ ખુલાસો આજે કર્યો છે. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી અમરિન્દર સિંહ અને સિદ્ધુ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. લોકસભા ચૂંટણીમાં પણ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કોંગ્રેસને સારી સંખ્યામાં બેઠકો ન મળવાનું ઠીકરું નવજોત સિંહ સિદ્ધુ ઉપર જ ફોડ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચેના સંબંધમાં તણાવ વધ્યો હતો.