પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુને ૩૪ વર્ષ જૂના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો પડયો છે. સુપ્રીમ કોર્ટે નવજોતસિંહ સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ પહેલા સુપ્રીમે તેમને એક હજાર રૂપિયાનો દંડ કરીને છોડી દીધા હતા. સુપ્રીમ કોર્ટ સજા સંભળાવી રહી હતી ત્યારે સિદ્ધુ હાથી પર સવાર થઈ મોંઘવારીના વિરોધમાં પટિયાલામાં દેખાવો કરી રહ્યા હતા.
ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુને સજા સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અનુચિત સહાનુભૂતિથી અપાતી અપર્યાપ્ત સજા ન્યાય વ્યવસ્થાને વધુ નુકસાન પહોંચાડે છે અને કાયદાની અસરકારક્તા અંગે લોકોનો વિશ્વાસ ઘટાડે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચોક્કસ સંજોગોમાં વ્યક્તિ ગુસ્સે થઈ શકે છે, પરંતુ ગુસ્સાના કારણે સર્જાયેલા પરિણામો પણ તેણે ભોગવવા જોઈએ.