ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ નવજોતસિંહ સિદ્ધુ આયુર્વેદિક રીતે લિંબુ, હળદર, તુલસી જેવા ઘરેલુ ઓસડીયાની મદદથી પત્ની નવજોતકૌરની કેન્સરની બીમારી માત્ર ૪૦ દિવસમાં દૂર કરવાનો દાવો કરીને વિવાદમાં સપડાયા છે. આ દાવાના પગલે છત્તીસગઢ સિવિલ સોસાયટીએ તેમને રૂ. ૮૫૦ કરોડની નોટિસ ફટકારી છે, જેમાં તેમને ૪૦ દિવસમાં તેમના દાવાઓ અંગે ખુલાસો કરવા જણાવાયું છે. સિદ્ધુના આ દાવાથી લોકોનો એલોપથી પરથી વિશ્વાસ ઊઠી રહ્યો હોવાનું સિવિલ સોસાયટીનું કહેવું છે.