પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સાથે મતભેદના કારણે પંજાબ સરકારના મંત્રીપદે રહેલા નવજોતસિંધુએ રાજીનામું આપતા પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મળતી વિગત મુજબ નવજોત સિદ્ધુએ ટ્વિટ કરીને જાણકારી આપી કે તેઓએ 10 તારીખે જ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી દીધું હતું. સિદ્ધુએ કહ્યું કે તેઓએ અનેક દિવસ સુધી રાહુલ ગાંધી તરફથી રિસ્પોન્સની રાહ જોઈ. પરંતુ હવે તેઓ પોતાના રાજીનામાને મંજૂરી માની રહ્યા છે. પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિદ્ધુની વચ્ચે લાંબા સમયથી ખટપટના અહેવાલો આવી રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસને સારી સંખ્યામાં સીટ ન મળવાનું ઠીકરું અમરિંદર સિંહે સિદ્ધુ પર ફોડ્યું હતું એન કોંગ્રેસ હાઇકમાન્ડને સિદ્ધુની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી બાદ 6 જૂને મળેલી કેબિનેટની પહેલા બેઠકમાં સિદ્ધુ સહિત અનેક મંત્રીઓના વિભાગ બદલી દીધા હતા. સિદ્ધુની પાસે પહેલા સ્થાનિક સ્વશાસન વિભાગ હતો, પરંતુ હવે તેમના માથે ઉર્જા એન નવીન તથા નવીનીકરણીય ઉર્જા વિભાગ હતો. પરંતુ તેઓએ લાકિઅ મંત્રી પદનો કાર્યભાર ગ્રહણ નહોતો કર્યો અને મીટિંગમાં પણ સામેલ નહોતા થતા. મુખ્યમંત્રી અમરિંદરથી નારાજ નવજોત સિદ્ધુએ તત્કાલીન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ સિદ્ધુનો વિભાગ બદલી દીધું હતું, પરંતુ તેઓએ પોતાનો કાર્યભાર ગ્રહણ નહોતો કર્યો અને રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સિદ્ધુએ ટ્વિટ કર્યુ કે કોંગ્રેસ અધ્યક્ષને મળ્યો. તેમને મારો પત્ર સોંપ્યો, સ્થિતિથી અવગત કરાવ્યા. તેઓએ ટ્વિટની સાથે એક તસવીર પણ પોસ્ટ કરી હતી, જેમાં તેઓ રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા ગાંધી અને અહમદ પટેલની સાથે ઊભેલા જોવા મળ્યા.