પ્રથમ વખત ભારતીય નૌકાદળ 19 થી 27 ફેબ્રુઆરી દરમિયાન 50 દેશો સાથે નેવી યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. આટલા મોટાપાયે યોજાઈ રહેલા આ યુદ્ધાભ્યાસ 'મિલન-24' માં 18 યુદ્ધ જહાજો અને વિમાનોનો કાફલો જોડાશે જે સમુદ્ર અને બંદર પર સૈન્ય અભ્યાસ કરશે. આ યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ્ય દેશના નૌકાદળના હિતોને સુરક્ષિત રાખવાનો છે. આ સૈન્ય કવાયત એક નવા યુગની શરૂઆત ગણાશે.